પ્રશ્ન – 1: નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. [05]
(1) એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો?
A) ભારત B) ઈંગ્લેન્ડ C) જાપાન D) અમેરિકા
(2) 'વિશ્વ એઇડ્સ દિન' ક્યારે ઉજવવામાં આવે છે?
A) 1 ડિસેમ્બર B) 11 ડિસેમ્બર C) 1 ઓકટોબર D) 11 સપ્ટેમ્બર
(3) બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો?
A) 1947 B) 1948 C) 1949 D) 1950
(4) ભારતમાં સૌપ્રથમ એચ. આઈ. વી. હોવાનું નિદાન કયા કરવામાં આવ્યું?
A) કોલકાતા B) ચેન્નાઈ C) મુંબઈ D) દિલ્લી
(5) નીચેનામાંથી કયા માધ્યમોથી એઇડ્સ શરીરમાં પ્રવેશતો નથી?
A) જાતીય સંબંધો B) લોહી C) માતા D) આપેલ એકપણ નહીં
પ્રશ્ન - 2: નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. (કોઈપણ છ) [06]
(6) ઓનર કિલિંગ કોને કહેવાય?
(7) AIDS નું પૂરું નામ જણાવો.
(8) અસમાન જાતિપ્રમાણ એટલે શું?
(9) NACO ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
(10) કયા એક્ટ હેઠળ અફીણ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું?
(11) સ્ત્રીઓના અપમૃત્યુ પાછળનું મુખ્ય જવાબદાર કારણ કયું છે?
(12) નશીલા દ્રવ્યોનું વ્યસન અથવા બંધાણ કોને કહેવામાં આવે છે?
પ્રશ્ન - 3: નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. (કોઈપણ ત્રણ) [09]
(13) સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો.
(14) અસમાન જાતિપ્રમાણની વિપરીત અસરો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો.
(15) નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા હલ કરવા તમે કેવા ઉપાયો આપશો?
(16) એઇડ્સની વિપરીત અસરો જણાવી તેના નિયંત્રણ અંગે ચર્ચા કરો.
(17) એઇડ્સ ફેલાવવાના કારણોની ટૂંકી ચર્ચા કરો.
પ્રશ્ન - 4: નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. (કોઈપણ એક) [05]
(18) અસમાન જાતિપ્રમાણનો અર્થ આપી તેના કારણોની વિગતે ચર્ચા કરો.
(19) નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ આપી તેના કારણો જણાવો.
0 Comments