Meaning and Definition of Psychology (મનોવિજ્ઞાનનો અર્થ - સંકલ્પના અને વ્યાખ્યા)

Psychology (મનોવિજ્ઞાન)
Psychology (મનોવિજ્ઞાન)


પ્રસ્તાવના

મનોવિજ્ઞાનનો અર્થ એના શબ્દમાં રહેલો છે. મનોવિજ્ઞાન માટે અંગ્રેજીમાં Psychology શબ્દ પ્રયોજવામાં આવે છે. Psychology એ ગ્રીક (Latin) ભાષાના બે શબ્દો Psycho અને Logos નો બનેલો એક શબ્દ છે. જેમાં Psycho નો અર્થ ‘આત્મા’ અને Logos નો અર્થ ‘અભ્યાસ’ કે ‘વિજ્ઞાન’ એવો થાય છે. શરૂઆતમાં મનોવિજ્ઞાનને તત્વજ્ઞાન – દર્શનશાસ્ત્ર (Philosophy) સાથે જોડવામાં આવતું, મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિષય તરીકે અસ્તિત્વ ધરાવતું ન હતું. અને આ બાબતને અનુસંધાને નોંધેલ Ebbinghaus નું એક કથન ખૂબ પ્રચલિત છે –

Psychology has a long past, but a short history.

એનો અર્થ એ કે મનોવિજ્ઞાનનો ભૂતકાળ ખૂબ લાંબો છે. અર્થાત્, મનોવિજ્ઞાનનું અસ્તિત્વ લાંબા સમયથી છે. પણ એનો ઇતિહાસ ટૂંકો છે.

 

સંકલ્પના

મનોવિજ્ઞાન શબ્દના અર્થના આધારે જોઈએ તો, સામાન્ય રીતે, મનોવિજ્ઞાનનો અર્થ ‘આત્માનું વિજ્ઞાન’ એવો થાય. Plato અને Aristotle પણ આ સંકલ્પનાના સમર્થક હતા. પણ બીજી બાજુ જોઈએ તો કોઈપણ વિષય વિજ્ઞાન તરીકે ત્યારે જ પ્રસ્થાપિત થાય જ્યારે તે વિષય કોઈ સિદ્ધાંત કે કોઈ પ્રયોગ સિદ્ધ કરતું હોય. પણ અહીં પ્રશ્ન એ થાય કે આત્માનું અસ્તિત્વ છે કે નહીં એ હજુ સુધી સિદ્ધ થયું નથી તો તેના પર પ્રયોગ થાય ખરા? આત્મા અદૃશ્ય છે, તેનું અવલોકન કે નિરીક્ષણ શક્ય નથી. આ કારણોસર ‘મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન’ એ સંકલ્પના યોગ્ય સાબિત થતી નથી.

Psycho નો બીજો અર્થ થાય છે – મન. આમ જોઈએ તો ‘મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન.’ German Psychologist Kant અને તેમની સાથે Pamponazzi તથા John Locke પણ આ વાતના સમર્થક હતા, પરંતુ ઊંડાણપૂર્વક વિચારી તો પ્રશ્ન અહીં પણ થાય છે કે આપણા શરીરમાં મન છે ક્યાં? જો આપણને મન ક્યાં છે એનો જ ખ્યાલ ન હોય, એ બાબત આપણાં સમક્ષ સ્પષ્ટ ન હોય તો તેના પર અભ્યાસ શક્ય બને નહીં. આથી ‘મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન’ એ સંકલ્પના પણ અયોગ્ય ઠરે છે!

આ રીતે મનોવિજ્ઞાનની સંકલ્પના સ્પષ્ટ ન થતાં Principle of Psychology (1890) ના લેખક William Wundt દ્વારા મનોવિજ્ઞાનની દુનિયાને એક નવી સંકલ્પના આપવામાં આવી – ‘મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે.’ પણ આ સંકલ્પનાનો અસ્વીકાર કરતાં Sigmund Freud એ નોંધ્યું કે – આપણે મોટાભાગના કાર્યો અચેતન મનના આધારે કરીએ છીએ. પરિણામે આ સંકલ્પનાનો પણ સ્વીકાર થયો નહીં.

ત્યારબાદ મનોવિજ્ઞાનની સંકલ્પના માટે ઘણા વિચારો કરવામાં આવ્યા. માનવીનાં શારીરિક વિકાસ ઉપરાંત એવી કઈ બાબત હશે કે જેનો અભ્યાસ થઈ શકે, જેના પર પ્રયોગ થઈ શકે, જેનું અવલોકન કરી શકાય અને જેને નિયંત્રિત કરી શકાય. અને સમય જતાં એનો જવાબ મળ્યો – વર્તન (Behavior). માનવીનાં વર્તનનો અભ્યાસ થઈ શકે છે, એના પર પ્રયોગ થઈ શકે છે અને એને નિયંત્રિત પણ કરી શકાય છે. પરિણામે એક સર્વ – સ્વીકૃત સંકલ્પના અસ્તિત્વમાં આવી અને એ છે – ‘મનોવિજ્ઞાન એટલે માનવીનાં વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન’

 

વ્યાખ્યા

Psychology is the science of human and animal behavior.

(મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે)

Morgon & King

 

Psychology is the positive science of behavior.

(મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે)

Ewatson

 

Psychology is the scientific investigation of behavior.

(મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે)

N. L. Munn

 

પાસાંઓ

જ્ઞાનાત્મક પાસું (જાણવું, વિચારવું, યાદ રાખવું વગેરે)

ભાવાત્મક પાસું (પ્રેમ, ભય, દુઃખ, ચિંતા, શોક વગેરે)

ક્રિયાત્મક પાસું (લડવું, ઊભા રહેવું, રમવું વગેરે)

Post a Comment

0 Comments