કર્તા - ક્રિયાપદ - કર્મ (ગુજરાતી વ્યાકરણ)

 µ કર્તા

o   કોઈપણ વાક્યમાં વાક્ય બોલતો કે ક્રિયા કરતો શબ્દ એ કર્તા કહેવાય.

o   કર્તા મોટેભાગે વાક્યની શરૂઆતમાં જ આવે છે, ક્યારેક અમુક પરિસ્થિતિઓમાં કર્તાનું સ્થાન બદલાય છે.

હું પત્ર વાંચી રહ્યો છું. (કર્તા વાક્યની શરૂઆતમાં)

ઝાડીમાંથી એક શિયાળ નીકળ્યું. (કર્તાનું સ્થાન બદલ્યું – દ્વિતીય સ્થાને)


µ ક્રિયાપદ

o   વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. જેમકે દોડવું, રમવું, લખવું, હસવું વગેરે.

o   ક્રિયાપદ અને કર્મ પરસ્પર સંકળાયેલ છે. કર્મ ક્રિયાપદને પ્રાપ્ત કરે છે. કર્મ ક્રિયાપદ વિષે વધારાની માહિતી આપે છે.

o   ક્રિયાપદના પાંચ પ્રકાર પડે છે:


ક્રિયાપદ - ગુજરાતી વ્યાકરણ (Gujarati Verbs)
ક્રિયાપદ - ગુજરાતી વ્યાકરણ (Gujarati Verbs)


1)     અકર્મક ક્રિયાપદ

o   કર્તા ક્રિયા કરે છે અને તેનું કર્મ એટલે કે ફળ ભોગવે છે. આવી પરિસ્થિતિ હોય ત્યાં ક્રિયાપદ અકર્મક હોય છે.

o   ટૂંકમાં, વાક્યમાં ક્રિયાપદ સાથે કર્મ ન હોય તો તે ક્રિયાપદ અકર્મક છે એમ કહેવાય.

o   ઉદાહરણ:   વિદ્યાર્થીઓ ભણે છે.

અમે રમીએ છીએ.


2)    સકર્મક ક્રિયાપદ

o   ક્રિયા કર્તા કરે છે પણ ફળ કર્મ ભોગવે છે. આવી પરિસ્થિતિ હોય ત્યાં ક્રિયાપદ સકર્મક હોય છે.

o   ટૂંકમાં, વાક્યમાં ક્રિયાપદ સાથે કર્મ હોય તો તે ક્રિયાપદ અકર્મક છે એમ કહેવાય.

o   ઉદાહરણ:   વિદ્યાર્થીઓ ગણિત ભણે છે.

અમે કબડ્ડી રમીએ છીએ.


3)    દ્વિકર્મક ક્રિયાપદ

o   વાક્યમાં એટલે કે ક્રિયાપદ સાથે બે કર્મ આવે ત્યારે તે ક્રિયાપદ ‘દ્વિકર્મક ક્રિયાપદ’ કહેવાય.

o   ઉદાહરણ:   તેણી દાદાજીને પત્ર ભણે છે.

અમે મેદાનમાં કબડ્ડી રમીએ છીએ.


4)   સહાયકારક ક્રિયાપદ

o   જે ક્રિયાપદ કાળ અને અર્થ સૂચવવામાં મુખ્ય ક્રિયાપદને સહાય કરે તેને ‘સહાયકારક ક્રિયાપદ’ કહેવાય છે.

o   ઉદાહરણ:   વિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે.

                      તે હાલમાં નિશાળે ગયો હશે.

o   નોંધ: ‘હ’ અને ‘છ’ (હતો, હતી, હશે, છે વગેરે) કાળ દર્શાવે છે.


5)    સંયુક્ત ક્રિયાપદ

o   બે ક્રિયાપદ સંયુક્ત રીતે એક જ ક્રિયા દર્શાવે છે ત્યારે તે ‘સંયુક્ત ક્રિયાપદ’ કહેવાય છે.

o   ઉદાહરણ:   છોકરું પડી ગયું.

                      તમે ખાઈ લો.

                       આ કામ કરી આપો.


µ કર્મ

o   વાક્યમાં ક્રિયા મેળવનાર શબ્દ કર્મ કહેવાય. એટલે કે, જેનો આધાર લઈ ક્રિયા થઈ રહી છે તે કર્મ.

o   વાક્યમાં શું + ક્રિયાપદ (વસ્તુવાચક) અથવા કોને + ક્રિયાપદ (વ્યક્તિવાચક) થી પ્રશ્ન પૂછવાથી આપણને વાક્યનું કર્મ જાણવા મળે છે.

હું પત્ર વાંચી રહ્યો છું.

અહીં, પ્રશ્ન પૂછીએ કે કર્તા શું વાંચી રહ્યો છે તો જવાબમાં ‘પત્ર’ (કર્મ) મળે છે. અહીં કર્તા દ્વારા પત્ર વાંચવાની ક્રિયા થઈ રહી છે. આથી ‘પત્ર’ એ આ વાક્યનું કર્મ છે.

 

Post a Comment

0 Comments