o
પૌરાણિક કથા મુજબ મનુના પૌત્ર તથા
શર્યાતિના પુત્ર આનર્તની સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક પ્રદેશોમાં સત્તા હતી.
તેના નામ પરથી ગુજરાત માટે ‘આનર્ત’ નામ વપરાતું. આનર્તનું મુખ્ય શહેર ‘દ્વારકા’
હતું.
o
બીજી સદીના શિલાલેખોમાં આનર્તને
સૌરાષ્ટ્રથી અલગ દર્શાવવામાં આવ્યું છે.
o
પૌરાણિક માન્યતા અનુસાર જરાસંઘ અને
શિશુપાલના ત્રાસથી યાદવોએ શ્રીકૃષ્ણની આગેવાનીમાં મથુરાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ
કર્યું. આ સમયે સૌરાષ્ટ્રમાં આનર્તના પુત્ર રૈવતનું શાસન હતું.
o
યાદવોએ રૈવતને યુદ્ધમાં હરાવ્યો
અને શ્રીકૃષ્ણે કૂથસ્થલી પાસે ‘દ્વારવતી’ નામનું નવું નગર વસવીને તેને પોતાની
રાજધાની બનાવી. આમ, કૂથસ્થલીને ગુજરાતની પ્રથમ રાજધાની માનવામાં આવે છે.
o
મૈત્રક કાળમાં ગુજરાત માટે ‘લાટ’
શબ્દ વપરાતો જે અનુમૈત્રક કાળમાં ફક્ત દક્ષિણ ગુજરાત માટે લાગુ પડ્યો.
o
‘લાટ’ શબ્દનો પ્રયોગ પાંચમી સદીથી
જોવા મળે છે.
o
લાટ પ્રદેશનો ઉલ્લેખ ટોલેમીના
ભૂગોળ અને વાત્સાયાયનના કામસૂત્રમાં પણ જોવા મળે છે.
o
દીપવંશ અને મહાવંશમાં પણ લાટ
શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.
o
મૈત્રકકાળમાં આબુની ઉત્તરે આવેલ
પ્રદેશ ‘ગુર્જરદેશ’ કે ‘ગુર્જરભૂમિ’ કહેવાતો.
o
અનુમૈત્રક કાળ દરમિયાન દક્ષિણ
રાજસ્થાનના ભિન્નમાલ પ્રદેશને ગુર્જરદેશ તરીકે ઓળખવામાં આવતો.
o
સોલંકીકાળમાં ગુર્જરદેશ નામ
પ્રચલિત હતું.
o
સોલંકી – વાઘેલા વંશમાં ગુજરાત નામ
પ્રચલિત બન્યું.
o
ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ
‘આબુરાસ’ (1233 – પાલ્હાણ રચિત) માંથી મળે છે.
o
આરબોના સંપર્કથી ગુર્જરને ‘રત્’
બહુવચન પ્રત્યય લાગતાં ગુજરાત શબ્દ બન્યો.
o
13 મી સદીમાં ભારતની યાત્રાએ આવેલા
માર્કોપોલોએ ‘ગુજાત’ નામનો પ્રયોગ કર્યો છે.
0 Comments