o 15 ફેબ્રુઆરી, 1948 ના રોજ ગુજરાતને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું: 1) મુંબઈ રાજ્ય, 2) સૌરાષ્ટ્ર રાજ્ય, 3) કચ્છ.
o
મુંબઈ રાજ્ય A કેટેગરીનું રાજ્ય હતું જેમાં તળ ગુજરાતનાં જિલ્લાઓનો સમાવેશ થતો હતો.
o
સૌરાષ્ટ્ર રાજ્ય B કેટેગરીનું રાજ્ય હતું જેમાં કાઠીયાવાડના 5 પ્રદેશો (હાલાર, સોરઠ,
ઝાલાવાડ, ગોહિલવાડ અને મધ્ય સૌરાષ્ટ્ર) નો સમાવેશ થતો હતો.
o
કચ્છ રાજ્ય C કેટેગરીનું રાજ્ય હતું જે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ગણાતું.
o
સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્ય ચાર (ભાવનગર,
ધ્રાંગધ્રા, જામનગર, જુનાગઢ) રાજ્યો હતા.
o
15 ફેબ્રુઆરી, 1948 ના રોજ આ ચાર રાજ્યોને
ભેળવી દઈને સરદાર પટેલના હસ્તે જામનગર ખાતે સૌરાષ્ટ્રની સ્થાપના થઈ હતી. સ્થાપના સમયે
સૌરાષ્ટ્ર રાજ્યનું નામ ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ’ હતું જેમાં 217 રજવાડા હતા.
o
નવેમ્બર, 1948 માં 222 રજવાડાઓ થતાં
નામ બદલીને ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર – USS’ રાખવામાં આવ્યું.
o
USS માં પાંચ જિલ્લાઓ હતા – હાલાર, ઝાલાવાડ,
સોરઠ, ગોહિલવાડ અને રાજકોટ. જેમાં રાજકોટ એ સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતું. (જ્યારે
અમરેલી એ બૃહદ મુંબઇનો હિસ્સો હતું.)
þ કચ્છ
રાજ્ય
o
તત્કાલીન કચ્છ રાજ્ય મહારાવ મદનસિંહના
શાસન હેઠળ હતું. તેમની માંગણીને ધ્યાનમાં લઈ 4 મે, 1948 ના રોજ કચ્છ રાજ્યને ભારતસંઘ
સાથે જોડી કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યું, જે 1956 માં મુંબઇ અને ત્યારબાદ
ગુજરાતનો હિસ્સો બન્યું.
0 Comments