ભાષા (ગુજરાતી વ્યાકરણ)

 “ભાષા યાદ્દચ્છિક – વાચિક સંકેતોની એક વ્યાખ્યા છે, જેના વડે કોઈપણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે.”

પ્રો. સ્તુર્તેવા

“A language is a system of arbitrary vocal symbols by which members of a social group cooperate and interact.”

 

X  ગુજરાતી ભાષાનો વિકાસ

ગુજરાતી ભાષાના વિકાસને કાળક્રમમાં વિભાજિત કરી શકાય:

1)     જૂની – પ્રાચીન ગુજરાતી ભાષા

બારમી સદીથી ચૌદમી સદીના અંતભાગ સુધી ગુજરાતમાં બોલાતી – લખાતી ભાષાને પ્રાચીન ગુજરાતી ભાષા તરીકે ઓળખવામાં આવે છે.

સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન હેમચંદ્રાચાર્ય રચિત “સિદ્ધહેમશબ્દાનુશાસન” નામના વ્યાકરણ ગ્રંથના ઉદાહરણોમાં જે દુહાઓ ઉલ્લેખાયેલા છે તે પ્રાચીન ગુજરાતી ભાષાના ઉદયનું સૂચન કરે છે.

ઉમાશંકર જોશી આને ‘મારુ – ગુર્જર’ નામ આપે છે.

આ ભાષાની જૂનામાં જૂની મળેલી કૃતિઓ ‘સંદેશક રામક’, ‘ભરતેશ્વર – બાહુબલી ઘોર’, અને ‘ભરતેશ્વર – બહુબલી રાસ’ છે.

 

2)    મધ્યકાલીન ગુજરાતી ભાષા

પંદરમી સદીથી સોળમી સદીના અંતભાગ સુધી ગુજરાતમાં બોલાતી – લખાતી ભાષાને મધ્યકાલીન ગુજરાતી ભાષા તરીકે ઓળખવામાં આવે છે.

પંદરમી સદીના આરંભથી રાજસ્થાનની લોકબોલીઓથી ગુજરાતી ભાષાનું સ્વતંત્ર વ્યક્તિત્વ બંધાતુ જોવા મળે છે.

ઇ. સ. 1456 માં રચાયેલ ‘કાન્હાડદે – પ્રબંધ’ કૃતિ ગુજરાત – રાજસ્થાનની સહિયારી કૃતિ મનાય છે, પણ ત્યારથી જ ગુજરાતીનો સ્વતંત્ર વિકાસ થવાની પ્રક્રિયા શરૂ થઈ એવું મનાય છે.


3)    અર્વાચીન ગુજરાતી ભાષા

સત્તરમી સદીના આરંભથી ઇ. સ. 1852 સુધી ગુજરાતમાં લખાતી – બોલાતી ભાષાને અર્વાચીન ગુજરાતી ભાષાના નામથી ઓળખવામાં આવે છે.

ત્યારબાદ ગુજરાતી ભાષાએ એક સુદઢ સ્વરૂપ પકડયું જે સમયગાળાને ‘પંડિત યુગ’ તરીકે ઓળખવામાં આવે છે.

Post a Comment

0 Comments