સ્વર - ગુજરાતી વર્ણવ્યવસ્થા (ગુજરાતી વ્યાકરણ)

  

ધ્વનિ (સ્વર + વ્યંજન)   ===>   વર્ણ   ===>   શબ્દ   ===>   વાક્ય   ===>   ફકરો   ===>   પૃષ્ઠ


ગુજરાતી ભાષાનો સૌથી નાનામાં નાનો ઘટક ‘ધ્વનિ’ છે.

 

µ સ્વર

“જે અક્ષરોનો ઉચ્ચાર બીજા કોઈપણ અક્ષરના ઉચ્ચારની મદદ વિના સ્વતંત્ર રીતે થાય તે અક્ષર સ્વર કહેવાય.”

 

Ü  કૂલ સ્વર: 13

અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ

 

નોંધ: કેટલાક વિદ્વાનો અં અને અઃ ને સ્વર માનતા નથી કારણ કે....

અં એ અ નું અનુનાસિક ઉચ્ચારણ છે તથા અં ના ઉચ્ચારણમાં અંતે મ બોલાય છે.

અઃ એ અ નું મહાપ્રાણિત કંઠ્ય ઉચ્ચારણ છે તથા અઃ ના ઉચ્ચારણમાં અંતે હ બોલાય છે.


Ü  માન્ય સ્વર: 8

અ, આ, ઇ, ઉ, એ, ઍ, ઓ, ઑ


Ü  મૂળ સ્વર (જે સ્વતંત્ર રીતે બોલાય): 4

અ, ઇ, ઉ, ઋ


Ü  સાર્થ જોડણી કોષ પ્રમાણે સ્વર: 13

અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, લૃ, ઋ


Ü હ્સ્વ સ્વર

જેના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે છે તે હ્સ્વ સ્વર કહેવાય.

અ, ઇ, ઉ, ઋ


Ü દીર્ઘ સ્વર

જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગે છે તેને દીર્ઘ સ્વર કહેવાય.

આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ


Ü સજાતીય સ્વર

અ :: આ           ઇ :: ઈ               ઉ :: ઊ


Ü વિજાતીય સ્વર

અ, આ :: ઇ, ઈ, ઉ, ઊ

ઇ, ઈ :: અ, આ, ઉ, ઊ

ઉ, ઊ :: અ, આ, ઇ, ઈ


Ü સ્વરના પ્રતિક ચિહ્નો

અ –    -  

આ – ા

ઇ – િ

ઈ – ી

ઉ – ુ

ઊ – ૂ

ઋ – ૃ

એ – ે

ઐ – ૈ

ઓ – ો

ઔ – ૌ

અં – ં                                                                                                                                                                                                             

Post a Comment

0 Comments