વ્યંજન - ગુજરાતી વર્ણવ્યવસ્થા (ગુજરાતી વ્યાકરણ)

 વ્યંજન

“જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વરની મેળવણી કરવી પડે તે અક્ષરોને વ્યંજન કહે છે.”

ગુજરાતી ભાષામાં કૂલ 34 વ્યંજનો છે:


ક્          ખ્         ગ્         ઘ્        

ચ્         છ્         જ્         ઝ્        ઞ્

ટ્          ઠ્          ડ્          ઢ્        ણ્

ત્          થ્         દ્          ધ્        ન્

પ્          ફ્          બ્         ભ્       મ્

ય્         ર્          લ્         વ્         શ્         

ષ્        સ્         હ્          ળ્

 ક્ષ્         જ્ઞ્


ક્ષ્ અને જ્ઞ્ વ્યંજન કહેવાતા નથી કારણ કે તે જોડાક્ષરો છે.

ક્ષ્ = ક્ + શ્ + અ

જ્ઞ્ = જ્ + ઞ્ + અ


Ü વર્ગીય વ્યંજનો

વર્ગીય વ્યંજનોને સ્પર્શીય વ્યંજનો પણ કહેવાય છે.

કૂલ 25 વર્ગીય વ્યંજનો છે. ઉચ્ચારણના આધારે આ વ્યંજનોને 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે.


1)     કંઠ્ય (ક વર્ગ)

આ વ્યંજનોનું ઉચ્ચારણ કંઠ (ગળા) માંથી થાય છે.

ક્, ખ્, ગ્, ઘ્ અને ઙ કંઠ્ય વ્યંજનો છે.


2)    તાલવ્ય (ચ વર્ગ)

આ વ્યંજનોના ઉચ્ચારણ સમયે જીભ તાળવે સ્પર્શે છે.

ચ્, છ્, જ્, ઝ્ અને ઞ્ તાલવ્ય વ્યંજનો છે.


3)    મૂર્ધન્ય (ટ વર્ગ)

આ વ્યંજનોના ઉચ્ચારણ સમયે જીભ દાંત અને તાળવા વચ્ચે રહે છે.

ટ્, ઠ્, ડ્, ઢ્ અને ણ્ મૂર્ધન્ય વ્યંજનો છે.


4)   દંત્ય (ત વર્ગ)

આ વ્યંજનોના ઉચ્ચારણ સમયે જીભ દાંતના છેડે સ્પર્શે છે.

ત્, થ્, દ્, ધ્ અને ન્ દંત્ય વ્યંજનો છે.


5)    ઔષ્ઠ્ય (પ વર્ગ)

આ વ્યંજનોના ઉચ્ચારણ સમયે હોઠ ભેગા થાય છે.

પ્, ફ્, બ્, ભ્ અને મ્ ઔષ્ઠ્ય વ્યંજનો છે.


નોંધ:

વર્ગીય વ્યંજનોના દરેક વર્ગના અંતિમ વ્યંજન (ઙ, ઞ્, ણ્, ન્, મ્) ‘અનુનાસિક’ ગણાય છે કારણ કે તે નાકમાં બોલાય છે. એની સિવાયના તમામ ‘નિરુનાસિક’ વ્યંજનો કહેવાય છે.


Ü અવર્ગીય વ્યંજનો

અવર્ગીય વ્યંજનોને અસ્પર્શીય વ્યંજનો પણ કહેવાય છે. કૂલ 9 અવર્ગીય વ્યંજનો છે. ઉચ્ચારણના આધારે આ વ્યંજનોને 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે.

 

પ્રકાર

વ્યંજન

કંઠ્ય

હ્

તાલવ્ય

ય્, શ્

મૂર્ધન્ય

ર્, ળ્, ષ્

દંત્ય

લ્, સ્

દંત્યૌષ્ઠ્ય

વ્

Post a Comment

0 Comments